અવિરત પ્રીત



થયા છે આજે પૂર્ણ રપ વર્ષ, તમારા જીવનરસ સભર સંબંધને.....
ગૌરવની લાગણી થાય છે, જોઇ તમારા સુમેળ સાથ થકી રોશન જીવનને,

આટલા વર્ષો પછીય નથી આવી ઓટ તમારા પ્રેમરુપી દરિયામાં....
આટલા વર્ષો પછીય નથી બદલાઇ દિશા પરસ્પર હૂંફરુપી પવનમાં,

એટલાય ઊંડા ડૂબી ગયા છો તમે એકબીજામાં...
કે પોતાની ધડકન પૂછે છે, હું છું કોના હ્રદયમાં???

શું અદભુત છે પરસ્પર સમજૂતી તમારી...
એટલી જ અદભુત છે આંખોથી થતી વાતો તમારી,

વાગે છે એકને અને દર્દ બીજો અનુભવે છે....
એકબીજાને અપાતી ખુશી ધ્વારા, તેઓ જીવનની સફળતા મૂલવે છે,

મગ્ન રહો છો, ધ્યાન રાખવામાં નાની-નાની વાતોમાં એકબીજાનુ....
હસી ખુશી તમે સમર્પિત કર્યુ છે જીવન પોતાનું, 

કુદરતની કમાલ ફક્ત ફૂલો, પર્વત, સમુદ્ર સુધી નથી સીમિત....
વિશ્ર્વાસ ન થાય તો જોઇ લ્યો આમની અવિરત પ્રીત;

દિલથી એક જ દુઆ નીકળે છે...
હે ખુદા!!!...અગર છે કોઇ અમરરસનું અસ્તિત્વ,
તો પીવડાવી દે મારા મમ્મી-પપ્પાને, 
એમના શાશ્ર્વત પ્રેમ જોઇ,
ફૂલો ખીલશે, બાગો મહેકશે અને
પૃથ્વીનો દરેક ખૂણો પ્રેમરસથી ખલકાઇ, 
સ્વગૅ બનશે.