મિલન..... તારી યાદો સાથેનું


તારી આંખોની ઊંડાઇમાં હું ડૂબકી તો લગાવી આવ્યો,
પણ તારી એ નજર ઝૂકાવાની અદા હું નથી ભૂલી શક્યો....

તારી સુંદરતાના આકાશમાં હું મન મૂકીને વિહરી તો આવ્યો,
પણ એ સુંદરતાની આ દિલ પર થયેલી અસર હું નથી ભૂલી શકયો...

તારી સંગના એ સુંદર ક્ષણમાં હું આનંદમગ્ન તો થઇ આવ્યો,
પણ એ આનંદને ફરી અને ફરી પામવાની ઝંખના હું નથી ભૂલી શકયો...

તારી દરેક ધડકન સાથે હું મારા શ્ર્વાસનો સુમેળ તો સાધી આવ્યો,
પણ તારી ધડકન વગર શ્ર્વાસ નહીં લેવાની જીદ હું નથી ભૂલી શકયો...

તારા એ સ્પર્શના અહેસાસમાં હું સ્વર્ગની અનુભૂતિ તો કરી આવ્યો,
પણ એ સ્પર્શ વખતે તને જ સાત જન્મો સુધી મેળવવાની કરેલી પ્રાર્થના હું નથી ભૂલી શકયો...

નાના બાળક જેવા તારા નિર્દોષ પ્રેમને પામવા જેટલો નસીબદાર તો હું બની શક્યો,
પણ તારા પ્રેમ થકી આપણી આત્માનો થયેલો સંગમ હું નથી ભૂલી શકયો....

6 comments:

I just loved this one. Because it implies so much more than what is being said. & the title sums up the content of the poem...... awesome!!!

 

Thnks roshni for ur lovely comment.:-)

 

hi dear i think u did a very great job in ur age. this is one of the sweetest poem.i m very proud of u dear. i have no words 4 explanation of ur incredible skill.DO UR BEST DEAR.

 

wooooooooo....... Heart touchy yarr......
keep goin..... N yea i think ur source of dis type of kavitas is also wonderful.. hahahaha.... lolzz......

 

Post a Comment