My World in my Words...

Hi I am Dr. Pariket Dhabuwala. I have completed my MBBS study from SMIMER college, Surat. Basically i am a simple and fun loving guy. Having Pure Surati(or Hurati) soul.
                Now coming on my Blog of Poems, I rembered I wrote my first poem when i was in 2nd or 3rd standard..lolzzzz and it was on Cricket. Unfortunatly it has been misplaced somewhere. Then i wrote a poem on Politics when i was in standard 9. POEM ON POLITICS...Sounds funny...:-) and then after during my college life i started writing poems about Love, Freindship, Breakup etc.


When i stared writing i didnt have thought that i will write these many poems one day but with grace of god i have done it somehow.

so one day my few friends suggest me of making a blog. so i thought ya its a good idea.so i and my friend, and now my fiancee Bhoomi proceded towards it and finally here is the blog in front of you.

Frist of all i am thankful to my father from whom i got genes of writing poem.lolzzzz coz he is also a very good poet and also thankful to my mother for evrything she has done. Then offcourse i am thankful to god who has given me such skills to write something like this.

Then i am very very much thnkful to my all friends who inspired me, praised me and even critised me on my poems. Without them i would have not been able to move ahead in my developing skill of writing poems. Though its a long list i cant resist my temptation to mention their names here. My gang of friends include Bhagyesh, Priyansh, Mitul, Dhaval, Siddharth, Harin, Bhoomi, Urvi, Maithily, Hemali ,Sneha, Mona, Aditi, Mansi...Phewwwww..lolzzz

I am specially thankful to urvi who helped me in gujarati typing of some poems and also to Preeti di for praising my poems so well that i feel like i am a nobel prize winner poet..lolzzzz.

And lastly the most important person of this blog Bhoomi who made this beuatiful blog. Evrything in the blog is designed by her.

So all of the readers of the blog, please give ur valuable feedback to poems. It matters me a lot. Thank you very much.

યાદોની ડાયરી...


યાદોની ડાયરી ના કેટલાક પાના ઉથલાવ્યા આજે,
જૂના મિત્રો સાથેના સંબધો વાગોળ્યા આજે,
લાગ્યુ કે કોઈ ટાઇમ મશીનમાં સફર કરી આવ્યો આજે,
વીતેલા વર્ષોને ફરી જીવી આવ્યો આજે.

જિંદગીની ભાગ-દોડમાં દિવસો નીકળે છે, વર્ષો વીતે છે,
પણ સૂરજ આથમતા, ઍકાન્તની સોડમાં, કઈંક તો ખૂટે છે.

જિંદગી તૂ  આપે છે ખુશી;
પણ ઍનિ ઉજવણી કરવા મિત્રો ક્યાંથી લાવું?
ને વળી તારા આપેલા દર્દમાં;
રડવા માટે ખભા ક્યાંથી લાવું?

ક્યારેક તૂ, તો ક્યારેક તારી બદમાશી યાદ આવે છે,
અને ક્યારેક ઉલ્ટા કામો માં પણ,
સાથ આપવાની તારી વફાદરી યાદ આવે છે.

આપણે ગપ્પા જ્યાં મારતા, કલાકો જ્યાં કાઢતા,
ઍ "વર્લ્ડ હેરિટેજ સાઇટ" ને માનસપટ પર અંકિત કરી લીધી છે;
લોકો ભલે ઍને ચા ની કીટલી કહેતા,
પણ આપણે તો ઍની દરેક સુંગધને શ્વાસોમાં કેદ કરી લીધી છે.

કોણ જાણે ફરી પાછા ક્યારે મળશુ,
મુક્ત મને જિંદગીને ક્યારે માણશુ.

સમય સમય ની વાત છે બધી,
ત્યારે ખિસ્સા ખાલી હતા, અને મન હળવુ હતુ,
આજે ભરેલા ખીસ્સા છે અને મન ભારે છે!!!

મિલન..... તારી યાદો સાથેનું


તારી આંખોની ઊંડાઇમાં હું ડૂબકી તો લગાવી આવ્યો,
પણ તારી એ નજર ઝૂકાવાની અદા હું નથી ભૂલી શક્યો....

તારી સુંદરતાના આકાશમાં હું મન મૂકીને વિહરી તો આવ્યો,
પણ એ સુંદરતાની આ દિલ પર થયેલી અસર હું નથી ભૂલી શકયો...

તારી સંગના એ સુંદર ક્ષણમાં હું આનંદમગ્ન તો થઇ આવ્યો,
પણ એ આનંદને ફરી અને ફરી પામવાની ઝંખના હું નથી ભૂલી શકયો...

તારી દરેક ધડકન સાથે હું મારા શ્ર્વાસનો સુમેળ તો સાધી આવ્યો,
પણ તારી ધડકન વગર શ્ર્વાસ નહીં લેવાની જીદ હું નથી ભૂલી શકયો...

તારા એ સ્પર્શના અહેસાસમાં હું સ્વર્ગની અનુભૂતિ તો કરી આવ્યો,
પણ એ સ્પર્શ વખતે તને જ સાત જન્મો સુધી મેળવવાની કરેલી પ્રાર્થના હું નથી ભૂલી શકયો...

નાના બાળક જેવા તારા નિર્દોષ પ્રેમને પામવા જેટલો નસીબદાર તો હું બની શક્યો,
પણ તારા પ્રેમ થકી આપણી આત્માનો થયેલો સંગમ હું નથી ભૂલી શકયો....

એક અધૂરી ઇચ્છા...

ઇચ્છુ છું એ બેવફાની બરબાદી પણ થતી નથી બરબાદી,
થઇ પરેશાન ખુદાને પૂછયું કે કેમ થતી નથી બરબાદી....

ખુદાએ આપ્યુ સ્મિત અને કહયું ઓ મીત......

હતી તારી સાથે એ જ્યારે, તે જ માંગી હતી મબલખ દુઆઓ ત્યારે;
"કે દરેક શ્ર્વાસે એ રહે આબાદ, ખુશીઓના ફૂલો ખીલી જિંદગી બને એની બાગ"

સાચા દિલની દુઆ વ્યર્થ જતી નથી,
અને કદાચ એટલે જ આજે એ બરબાદ થતી નથી.

એ બે ઘડી તારી સાથેની.....

ખબર નથી એને બે પળોના સંગાથમાં શું આપી ગઈ છે અમને;
હ્ર્દયનાં દરેક ખુણામાં અનોખી સંવેદનાનો સન્ચાર જગાવી ગઈ છે અમને,

લાગણીઓના આવેશમાં જાણે કે આકાશને આંબી ગયો છું;
વર્ષોથી હતી જેની તમ્મના, એ મંઝીલને પામી ગયો છું;
જાણે કે સંસાર ની દરેક ખુશી નો સાર જાણી ગયો છું;
અજાણતાં જ આજે તો ક્ષિતીજને પણ સ્પર્શિને આવી ગયો છું,

છે સફર જ એટલી ખૂબસુરત કે હવે તો આ સફર જ મંઝીલ લાગે છે;
અને જો સફરમાં હોય એવો હમસફર તો મંઝીલ પણ અર્થહીન લાગે છે,
વસંતરુતુનાં પુષ્પોથી આંખુ કુદરત મહેક્તું લાગે છે;
શું કહું વધુ.. .હવે તો એના જ શ્વાસે આમારું હ્ર્દય ધબક્તું લાગે છે,

નથી કોઇ ખેવના એને પામવા માટે;
બે પળોનો એનો સાથ જ પુરતો હતો આખી જિંદગીનું સંભારણું બનવા માટે,
દિલ થી છું એનો ક્રૂત્ગ્ની અમારા આવા હસીન મીલન માટે;
ખુદા ને પણ દાદ આપવી ઘટે એમના આવા સુંદર સર્જન માટે.

ભીની સુંદરતા...

વરસાદના કોમળ બુંદો થકી ચોતરફ ધરતી આજે મહેકી ઉઠી,
કદી નહિં સાંભળેલી કોઈ ધૂનની સરગમ મનમાં ગુંજી ઉઠી....

આ દિલના ખાલીપામાં કોઇ હમસફરને પામવાની ખેવના થઇ ઉઠી
સૂમસામ માર્ગ પર એનો હાથ પકડી મંઝિલ વગરની સફર પર બસ ચાલ્યા કરવાની ઇચ્છા થઇ ઉઠી...

એ સુંદર સફરમાં ભીંજાતા-ભીંજાતા એવી ઝંખના થઇ ઉઠી,
એ હમસફરની ભીની સુંદરતાને સદાકાળ સુધી નિહાળતો જ રહું એવી તમન્ના થઇ ઉઠી...

વરસાદની આ સુંદર સાજિશને હું તો ના સમજી શકયો,
એ બે ઘડી વરસીને જતો રહ્યો પણ હું વિચારોના વૃંદાવનમાં ખોવાઇ ચૂક્યો....

મૌન વાતચીત....આપણી વચ્ચેની

તમે જ તમે રહો છો આજકાલ સ્મૂર્તિમાં કંડરાયેલા;
જીવનની દરેક ક્ષણમાં છો અદભૂત રીતે વણાયેલા

વરસાદની બુંદોના માદક સ્પર્શથી પણ તમારો સ્પર્શ અનુભવાય છે;
સુસવાટ મારતા ઠંડા પવનમાં પણ અજાણતાં જ તમારી યાદોમા ખોવાઇ જવાય છે,

વહેલી સવાર નાં સુરજ માં પણ તમારો ચહેરો દેખાય જાય છે;
આજકાલ તો પક્ષીઓ ના કલરવમાં પણ મધુર સંગીત સંભળાય છે,

કયારેક ચંદ્રને મન ભરીને નીરખી લઉ છું;
એને ક્યાં ખબર છે એમાં તમારુ પ્રતિબિંબ જોઇ લઉં છું,

દરેક ખુશીની પળોમાં તમે અચુક યાદ આવો છો;
તમે પણ કમાલ છો, ચૂપ રહીને જ આપણો સંબંધ નિભાવો છો,

કેમ થતું હશે આવું એનુ કારણ શોધવા મથુ છુ;
પણ એ શોધમાં વધું ને વધું ગુંચવાયેલો રહુ છુ,

છોડ ને દોસ્ત કેમ ખુશ રહું છુ એનુ કારણ કાઈ શોધાતું હશે??
છે મામલો દિલ નો, તો એમા મગજથી કામ લેવાતુ હશે??